છત્તીસગઢમાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, પાંચ જવાન શહીદ, 12 ધાયલ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ડીઆરજી અને સીઆરપીએફના જવાનોની નક્સલીઓ સાથે અથડામણ થઈ છે. આ અથડામણમાં 5 જવાન શહીદ થયા છે.  આ અથડામણ બીજાપુર જિલ્લાના તારેમ વિસ્તારપાસે જંગલમાં ચાલી રહી છે.

Continues below advertisement

રાયપુર: :છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ડીઆરજી અને સીઆરપીએફના જવાનોની નક્સલીઓ સાથે અથડામણ થઈ છે. આ અથડામણમાં 5 જવાન શહીદ થયા છે.  આ અથડામણ બીજાપુર જિલ્લાના તારેમ વિસ્તારપાસે જંગલમાં ચાલી રહી છે. ડીજીપી ડીએમ અવસ્થીએ જણાવ્યું કે અથડામણમાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા છે અને 12 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. 

Continues below advertisement

શહીદ જવાનોમાં બે છત્તીસગઢ પોલીસના, 2 કોબરા સીઆરપીએફના જવાબ અને 1 સીઆરપીએફ બસ્તરિયા બટાલિયનના જવાનો સામેલ છે. ડીજીપી ડીએમ અવસ્થીએ જણાવ્યું કે શહીદ જવાનોની સંખ્યા 10 સુધી પહોંચી શકે છે. તેમણે જાણકારી આપી કે ઓપરેશન માટે પાર્ટી નિકળી હતી, જેમાં ડીઆરડી, કોબરા અને બસ્તરિયા બટાલિયનના જવાન સામેલ હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે દળ સાથે ક્ષેત્રમાં હતું ત્યારે નક્સલીઓએ સુરક્ષાદળો પર  ગોળીબાર શરૂ કર્યો હતો. આશરે 1 વાગ્યે અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola