નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનની હત્યાના કાવત્રાનો ખુલાસો કરતા ચાર સુપારી કિલરની ધરપકડ કરી છે. પકડવામાં આવેલા તમામ હત્યારા ડૉન દાઉદ ઇબ્રાહિમના ડાબા હાથ છોટા શકીલના ઇશારે છોટા રાજનને તિહાડ જેલમાં મારવા આવ્યા હતા. હલામાં પોલીસ તેમની પુછપરછ કરી રહી છે.
જાણાવ મળતી માહિતી મુજબ તમામ સોપારી કિલર ઇંટરનેટ કૉલ દ્વારા છોટા શકીલના સંપર્કમાં હતા. તેમની તિહાડ જેલમાં છોટા રાજનને મારવાની યોજના હતી. તેના માહિતી પોલીસને મળતા તેમની ઘરપકડ કરવામાં આવી હતી. તમામ હત્યારા દિલ્હી એનસીઆરના રહેવાસી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 3 જૂને ધરપકડ કરવામાં આવેલા આ સુપારી કિલરની ઓળખ રૉબિન્સન, જુનૈદ, યૂનૂસ અને મનીષના રૂપમાં કરવામાં આવી છે. આરોપીઓને પૂર્વી દિલ્હીના સીલમપુર અને રોહિણી, ગાજિયાબદા અને નોએડાના તેમના ઘરેથી પકડીને અદાલતમા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મે મહિનામાં છોટા શકીલે રાજનને મારવાનો SMS કરી ધમકી આપી હતી. તેણે જેલના લૉ ઓફિસર સુનિલ ગુપ્તાના મોબાઇલ નંબર પર મેસેજ કર્યો હતો કે, ટૂંક સમયમાં જ છોટા રાજનને મારી નાખશે.