તેમણે કહ્યું, મોટાભાગના લોકો પાસે રોકડની અછત છે અને ફ્રી ભોજન લેવા લાઈન લગાવવી પજે છે. સંવેદનહીન સરકાર મૂંગા મોઢે બધું જોયા કરશે પરંતુ કંઈ નહીં કરે. ચિદમ્બરમે પૂછ્યું, સરકાર તેમને ભૂખમરાથી કેમ નથી બચાવતી અને દરેક ગરીબ પરિવારને રોકડ રૂપિયા આપીને તેમની ગરિમાનું રક્ષણ કેમ નથી કરતી.
ચિદમ્બરમે કહ્યું, સરકાર એફસીઆઈની સાથે 7.7 કરોડ ટન અનાજનો હિસ્સો જેમને જરૂર છે તેવા પરિવારોને કેમ નિઃશુલ્ક નથી આપતી. આ સવાલ આર્થિક અને નૈતિક બંને રીતે છે. જ્યારે રાષ્ટ્ર અસહાય થઈને ઉભું છે ત્યારે નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણ બંને આ સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
ચિદમ્બરમે લોકડાઉન દરમિયાન રોજગારી વિના જેમના માટે જીવનનિર્વાહ મુશ્કેલ બની ગયો છે તેવા ગરીબોને રોકડ સહાય આપવાની માંગ કરી છે. લોકડાઉન લાગુ થયા બાદ દેશના વિવિધ રાજયોની સરહદો પર પોતાના ઘર સુધી પહોંચવાની કવાયતમાં હજારો પ્રવાસી મજૂરો અટવાઈ ગયા છે.
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15707થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12969 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.