નવી દિલ્હીઃ કોરોના રસી આવવા પર બાળકોને આપવામાં નહીં આવે. ભારતમાં રસી માટે બનેલ વેક્સીન એક્સપર્ટ કમિટીના અધ્યક્ષ અને નીતિ આયોગના સભ્ય ડો વી કે પોલે આ વાત સ્પષ્ટ કરી દીધી છે. તેમણે કહ્યું કે, હાલમાં બાળકોને રસી આપવાની જરૂરત નથી અને ટ્રાયલ પણ નથી થયું.


કેન્દ્ર સરકારે રસી આવવા પર કોને કેવી રીતે આપવામાં આવેલ તેની યોજના પહેલા જ સ્પષ્ટ કરી દીધી છે. તેમાં પહેલા હેલ્થ કેયર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને એવા લોકો જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે પરંતુ તેમને ગંભીર હોય તે લોકો સામેલ છે. તેમાં ક્યાંય પણ બાળકોને રસી આપવાનો ઉલ્લેખ નથી. માટે એ સવાલ હતો કે શું બાળકોને રસી ક્યારે મળશે. તેના જવાબમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ન તો હાલમાં જરૂરત છે અને ન તો હાલમાં 18 વર્ષતી નીચેના લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે.

નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલે કહ્યું, “અત્યાર સુધી જે ગાઇડલાઈન્સ બની છે, ઇન્ટરનેશનલ બની છે, તેમાં બાળકોને રસી આપવાની જરૂરત અનુભવવામાં આવી નથી. આમ પણ રસીનું ટ્રાયલ 18 વર્ષથી ઉપરના લોકો પર થયું છે. ધીમે ધીમે તેનાથી નીચેના ગ્રુપના લોકો પર કરવામાં આવશે. તો અત્યાર સુધી ઉપલબ્ધ પ્રમાણોના આધારે બાળકોને રસી આપવાનું કોઈ કારણ નથી.”

હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઉપલબ્ધ જાણકારી અનુસાર કોઈપણ દેશમાં રસીના ટ્રાયલમાં 18 વર્ષથી નીચેના વોલન્ટિયર લેવામાં નથી આવ્યા. અત્યાર સુધી ક્યાંય પણ બાળકોને ખાસ કરકીને નાના અથવા 16 વર્ષથી નીચેના બાળકો પર ટ્રાયલ કરવામાં આવ્યું નથી.