લદ્દાખ: લદ્દાખમં વાસ્તવિક નિયંત્રણ રેખા પાર એક ચીની સૈનિક ઝડપાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીની સૈનિક , પૈગોંગના દક્ષિણ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ચીની સૈનિકને ઝડપી પાડ્યો છે. પીએલએનો સૈનિક એલએસીને પાર કરી ગયો છે. ભારતીય સૈનિકોએ તેને ઝડપી પાડ્યો છે. સૈનિકની સઘન પૂછપરછ થઇ રહી છે.
છેલ્લા એક વર્ષમાં બીજી વખત ચીની સૈનિકની ઘૂસણખોરી સામે આવી છે. પીએલએના ઝડપાયેલવા સૈનિક સાથે નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ કાર્યવાહી થઇ રહી છે. આ મુદ્દે તપાસ થઇ રહી છે કે,. તેમણે કેવા સંજોગોમાં નિયંત્રણ રેખાને પાર કરી.
ચીનને આ મામલે અપાઇ જાણકારી
ગત વર્ષે LAC પર તણાવ બાદ બંને પક્ષોના સૈનિકો સીમા પર તૈનાત છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીની સૈનિકની ઘૂસણખોરીની માહિતી ચીની સેનાને આપી દેવાઇ છે. ભારતીય સેનાએ ચીનને જાણકારી આપતા જણાવ્યું છે કે, તેમનો એક સૈનિક ભારતીય સેનાની કસ્ટડીમાં છે. આ મુદ્દે બંને સેના સાથે વાતચીત ચાલી રહી છે.
18 ડિસમ્બેરે મળી હતી બેઠક
LAC પર તણાવ ખતમ કરવા માટે બંને પક્ષે વાતચીત થઇ રહી છે તેમજ અનેક વખત બેઠક થઇ ચૂકી છે. કમાન્ડર લેવલની બેઠક સિવાય બંને દેશના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીની પણ બેઠક યોજાઇ હતી. સીમા પર તણાવ ઘટાડવા અને ડિસ્કેલેનેશનની પ્રક્રિયા પર પણ બંને પક્ષે સહમતી દર્શાવી હતી.
, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને ચીન કોઈ ગેરસમજ અને ખોટી અંદાજ ટાળવા માટે મુખ્ય મુદ્દે સીધી વાતચીત જાળવી રાખી છે. તેમજ તમામ તણાવગ્રસ્ત સીમા વિસ્તારોમાંથી સૈનિકોને સંપૂર્ણ રીતે હટાવવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. જ્યારે સરહદ વિવાદ અંગે ચીન સાથે વાતચીતની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, કે સલાહકાર અને સંકલન માટે એક્ઝિક્યુટિવ મિકેનિઝમ (ડબ્લ્યુએમસીસી) ની તાજેતરની બેઠક 18 ડિસેમ્બરના રોજ મળી હતી. તેમણે ઓનલાઈન મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બંને પક્ષો વરિષ્ઠ કમાન્ડર સ્તરની બેઠકોના આગામી રાઉન્ડ યોજવા સહમત થયા છે.
વળી, બંને દેશો રાજદ્વારી અને લશ્કરી માધ્યમો દ્વારા આ વિશે સતત વાતચીત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે, "આ દરમિયાન કોઈ પણ ગેરસમજ ન સર્જાઇ માટે બંને પક્ષોએ ગ્રાઉન્ડ લેવલ પર વાતચીત જાળવી રાખી છે." ઉપરાંત, શાંતિ અને સ્થિરતાને પુન સ્થાપિત કરવા માટે, હાલના દ્વિપક્ષીય કરાર અનુસાર તમામ સંઘર્ષ ક્ષેત્રમાંથી સૈન્યને સંપૂર્ણ રીતે પાછો ખેંચવાની ચર્ચા ચાલી રહી છે. "
લદ્દાખ: LAC પર ચીની સૈનિક ઝડપાયો, પૈગોંત્સો વિસ્તારમાં કરી ઘૂસણખોરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 04:42 PM (IST)
લદ્દાખના પૈગોંત્સો વિસ્તારમાંથી એક ચીની સૈનિકની ઘૂસણખોરી સામે આવી છે. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકને ઝડપી પાડ્યો છે. કઇ પરિસ્થિતિમાં તેમણે : LAC પાર કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -