બેંગલુરુ: બેંગલુરુની ઇન્ડિયન ઇસ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિસ્ફોટ, એક વૈજ્ઞાનિકનું મોત, ત્રણ ઘાયલની ઇન્ડિયન ઇસ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc)માં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં એક વૈજ્ઞાનિકનું મોત થયું છે. જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી દ્વારા મળેલી માહિતી અનુસાર બેંગલુરુની ઇન્ડિયન ઇસ્ટિટ્યુટ ઓફ સાયન્સના એરોસ્પેસ લેબમાં હાઇડ્રોજન સિલિન્ડર અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં વૈજ્ઞાનિકનું મોત નીપજ્યું છે.
મૃતક વૈજ્ઞાનિકની ઓળખ મનોજ કુમાર તરીકે થઈ છે. જે આંધ્રપ્રદેશના છે. જ્યારે તેમની સાથે રિસર્ચ કરી રહેલા કાર્તિક, અદુલ્ય અને નરેશ કુમાર ગંભીર રીતે ઘાયલ થયાં છે. IISc એ એન્જિનિંયરીંગના અભ્યાસ અને ટેક્નોલોજી રિસર્ચમાં ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે માનવામાં આવે છે.