નવી દિલ્હીઃ સિનેમા પ્રેમીઓ માટે સારા સમાચાર છે. સૂચના અને પ્રસારણ મંત્રલાયે 1ફેબ્રુઆરીથી દેશભરમાં 100 ટકા કેપિસિટી સાથે સિનેમા હોલ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે.  કેન્દ્ર સરકારે આ અંગે નવી ગાઇડ લાઇન પણ જાહેર કરી દીધી છે.

નવી ગાઇડ લાઇન મુજબ, એસઓપીનું પાલન કરીને સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સમાં લોકોને બેસવાની વર્તમાન ક્ષમતા 50 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત છ ફૂટનું અંતર ફરજિયાત રાખવું પડશે. સિનેમા હોલમાં પ્રવેશતાં લોકોએ માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. સિનેમાહોલના પ્રવેશ કરનારા અને બહાર નીકળનારા દરેક લોકો માટે દેરક દ્વાર પર સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે.

સિનેમા હોલમાં થૂંકી નહીં શકાય, ઉપરાંત મૂવી જોવા આવતાં તમામ લોકો માટે મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત હોવી જોઈએ.



દેશમાં કોરોના વકરતાં મોદી સરકારે સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું ? આ વાયરલ મેસેજ મુદ્દે સરકારે શું કરી સ્પષ્ટતા ?

C.R પાટીલના ગઢમાં ભાજપનું નાક વઢાયું, ભાજપના ક્યા સાંસદ સહકારી બેંકની ચૂંટણીમાં હારી ગયા ? કોંગ્રેસના ક્યા ધારાસભ્ય જીત્યા  ?