ચીફ જસ્ટિસ ગોગોઈની કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો. તેઓ 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેઓ આસામના મુખ્યમંત્રી રહી ચુકેલા કેશવ ચંદ્ર ગોગોઇના પુત્ર છે. ગોગોઈ 2001માં ગુવાહાટી હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા. 2011માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા અને 23 એપ્રિલ 2012ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના કાર્યકાળમાં કેટલાક ઐતિહાસક ચુકાદા આપ્યા. જેના માટે લોકો તેમને હંમેશા યાદ કરશે. ગોગોઈએ વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા મામલે ચુકાદો આપ્યો હતો કે અયોધ્યાની વિવાદિત જમીન પર રામમંદિર બનશે. ચીફ જસ્ટિસની ઓફિસ આરટીઆઈ અંતર્ગત લાવવાનો ચુકાદો આપ્યો, સબરીમાલા મામલો, સરકારી જાહેરાતોમાં નેતાઓની તસ્વીર પર પ્રતિબંધ. અંગ્રેજી અને હિંદી સહિત 7 ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પ્રકાશિત કરવાનો નિર્ણય પણ ચીફ જસ્ટિસે જ લીધો હતો.