અરવિંદ કેજરીવાલ, અંકિત શર્મા IBના અધિકારી હતા. દંગામાં તેમની હત્યા કરવામાં આવી છે. દેશને તેમના પર ગર્વ છે. દિલ્હી સરકારે નક્કી કર્યું છે કે તેમના પરિવારને 1 કરોડની સન્માન રાશિ અને પરિવારના એક સદસ્યને નોકરી આપશું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા મામલે તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ કરશે.
ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલા દંગામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 230 કરતા વધારે ફરિયાદ દાખલ કરી છે. અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. પોલીસનું માનીએ તો વધારે પડતા લોકોના મોત ગોળી લાગવાથી થયા છે. હિંસા દરમિયાન ખૂબ ગોળીઓ ચાલી હતી. પોલીસ તેની તપાસ કરશે. આ મામલામાં 150 કરતા વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.
રવિવારે દિલ્હીમાં દંગાની અફવા ફેલાઈ ગઈ હતી. રોહિણી જિલ્લામાં અફવા ફેલાવવા મામલે વિકાસ નામના એક શખ્સની પોલીસ ધરપકડ કરી છે. તેણે A બ્લોક રામા વિહારમાં ફાયરિંગનો ખોટો કોલ કર્યો હતો. આ સાથે જ અન્ય બે લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. પુનીત જેણે રોહિણીમાં બાળકો ફસાયા હોવાના ખોટા કોલ કર્યા હતા.