બુલંદશહેરઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં સંતોની નિર્મમ હત્યા પર શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને યુપી સરકાર પર આકાર પ્રહાર કર્યા છે, આ મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથની ઓફિસમાંથી સંજય રાઉતને સણસણતો જવાબ આપી દેવામા આવ્યો છે. હાલ બન્ને નેતાઓના ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.


સંજય રાઉતના ટ્વીટનો જવાબ આપતા યોગી કાર્યાલયે ટ્વીટ કરીને લખ્યુ- સંજય રાઉતજી, સંતોની બર્બર હત્યા પર ચિંતા કરવી રાજનીતિ લાગે છે? યુપીના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનને ફોન કર્યો, કેમકે પાલઘરમાં સાધુ નિર્મોહી અખાડા સાથે સંબંધિત હતા. વિચારો, રાજનીતિ કોણ કરી રહ્યું છે?



બીજા ટ્વીટમાં લખવામાં આવ્યુ- સીએમ યોગી આદિત્યનાથના નિેતૃત્વમાં યુપીમાં કાયદાનુ રાજ છે. અહીં કાયદો તોડનારાઓને કડક સજા થાય છે. બુલંદશહેરની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી થઇ અને કલાકોમાં જ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. તમે મહારાષ્ટ્ર સંભાળો, યુપીની ચિંતા ના કરો.

યુપીના બુલંદશહેરમાં સંતોની હત્યા મામલે શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યા હતા. બુલંદશહેરની ઘટના મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ યુપીના સીએમ યોગી સાથે ફોન પર વાતચીત કરી. રાઉતે બુલંદશહેરની ઘટના પર સવાલ ઉઠાવતા લખ્યું- ભયાનક, બુલંદશહેર, યુપીના એક મંદિરમાં બે સાધુઓની હત્યા, પણ હું બધાને અપીલ કરુ છુ કે તે સાંપ્રદાયિક ના બને, જે રીતે કેટલાક લોકોએ પાલઘર મામલામાં કરવાની કોશિશ કરી હતી.



નોંધનીય છે કે, યુપીના બુલંદશહેર જિલ્લાના અનુપશહેરમાં બે સાધુઓની ધારદાર હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે, એક આરોપીને પોલીસે પકડી લીધો છે. અને આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.