એઆઇબીએએ જણાવ્યુ કે, ભારત 2021માં યોજાનારી મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની નહીં કરી શકે, કેમકે ભારત ચેમ્પિયનશીપની હૉસ્ટ ફી ભરવામાં અસફળ રહ્યુ છે. ભારતની એક ભૂલના કારણે ચેમ્પિયનશીપની યજમાની છીનવાઇ ગઇ છે. હવે ભારતના બદલે 2021 મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની સર્બિયા દેશનો સોંપવામાં આવી છે.
એટલું જ નહીં એઆઇબીએએ ભારત પર હૉસ્ટ ફી ના ભરી શકવાના કારણે લગભગ 38 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
મંગળવારે એઆઇબીએએ કહ્યું કે, 2021માં યોજાનારી મેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની હવે સર્બિયાને સોંપવામાં આવી છે. ભારતનું નેશનલ ફેડરેશન ઓફ બૉક્સિંગ નક્કી સમય પર હૉસ્ટ ફી નથી ભરી શક્યુ.
એઆઇબીએ અને ભારતે આ ચેમ્પિયનશીપ માટેના એગ્રીમેન્ટને 2017માં સાઇન કર્યુ હતુ. બીજી રીતે કહીએ તો ત્રણ વર્ષ નો સમય મળ્યા છતાં પણ ભારતનુ નેશનલ ફેડરેશન આ ચેમ્પિયનશીપના આયોજનને નક્કી ન હતુ કરી શક્યુ.