નવી દિલ્હીઃ લોકસભામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વિવાદીત ટિપ્પણી કરી હતી જેને કારણે સંસદમાં હોબાળો થઇ ગયો હતો. ભાજપ સાંસદ અને મંત્રી પ્રતાપચંદ સારંગીએ કહ્યું હતું કે, અટલજીએ ઇન્દિરાના વખાણ કર્યા હતા તો કોગ્રેસને મોદીથી શું સમસ્યા છે. જેના જવાબમાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી પર વિવાદીત ટિપ્પણી કરી હતી. જોકે ભારે હોબાળા બાદ તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી દૂર કરી દેવામાં આવી હતી.
લોકસભામાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. પરંતુ આ પ્રકારની તુલનાઓ કરવા અને બોલવા પર મજબૂર ના કરો. સંસદમાં બાલાકોટ એરસ્ટ્રાઇકના કોગ્રેસના અધીર રંજન ચૌધરીએ વખાણ કર્યા હતા. નોંધનીય છે કે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. જેની શરૂઆત કેન્દ્રિય મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકો ભારતના ટૂકડા-ટૂકડા થાય ત્યાં સુધી યુદ્ધ રહેશે અને પાકિસ્તાન જિંદાબાદ, અફઝલ ગુરુ જિંદાબાદના નારા લગાવે છે શું તેઓને દેશમાં રહેવાનો અધિકાર છે.
લોકસભામાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ PM મોદી પર કરી વિવાદીત ટિપ્પણી
abpasmita.in
Updated at:
24 Jun 2019 04:36 PM (IST)
કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી પર વિવાદીત ટિપ્પણી કરી હતી. જોકે ભારે હોબાળા બાદ તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી દૂર કરી દેવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -