નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાજીત ત્યાગીનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. 50 વર્ષીય ત્યાગીની ઓળખ કોંગ્રેસના ધારદાર પ્રવક્તા તરીકે હતી. તેઓ ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રાખતા હતા.


રાજીવ ત્યાગીની તેમના ઘરે જ અચાનક તબિયત બગડી હતી અને બેભાન થઈ ઢળી પડ્યા હતા. બેભાન અવસ્થામાં તેમને યશોદા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.



રાજીવ ત્યાગીના નિધન બાદ કોંગ્રેસ ટ્વિટ કરીને કહ્યું, રાજીવ ત્યાગીના આકસ્મિક નિધનથી અમને દુઃખ થયું છે. તેઓ કટ્ટર કોંગ્રેસી અને સાચા દેશભક્ત હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના નિધનથી કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું અમે અમારા પરિવારનો સભ્ય ગુમાવી દીધો છે.



બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, કોંગ્રેસના પ્રવક્તા અને મારા મિત્ર રાજીવ ત્યાગી આપણી સાથે નથી રહ્યા તે સાંભળીને વિશ્વાસ નથી થઈ રહ્યો. જીવન ખૂબ જ અનિશ્ચિત છે. હાલ શબ્દ નથી મળી રહ્યા. હે ગોવિંદ, રાજીવજીને તમારા ચરણોમાં સ્થાન આપજો.

રાજીવ ત્યાગીનો જન્મ 20 જૂન, 1970ના રોજ થયો હતો.