મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલાને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે અભિનેતાના મોત મામલે પ્રથમ વખત ટિપ્પણી કરી છે.  તેમણે કહ્યું, મને મુંબઈ પોલીસ પર પૂરો વિશ્વાસ છે. જો કોઈ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યું છે તો હું તેનો વિરોધ નહીં કરું.


એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું, હું છેલ્લા 50 વર્ષથી મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસને જોતો આવ્યો છું. મને તેમના પર પૂરો ભરોસો છે. બીજા લોકોએ તેમના પર શું આરોપ લગાવ્યા છે તેને લઈ હું ટિપ્પણી કરવા નથી માંગતો. જો કોઈને લાગતું હોય કે સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સીએ આ મામલે તપાસ કરવી જોઈએ તો હું તેનો વિરોધ નહીં કરું.

પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પરંતુ તેની આટલી ચર્ચા કેમ થઈ રહી છે ? મને નથી લાગતું કે આટલો મોટો મુદ્દો છે. એક ખેડૂતે મને બતાવ્યું કે 20થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે પરંતુ કોઈએ આ અંગે વાત નથી કરી.



સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના બાંદ્રા સ્થિત મકાનમાં મૃત મળી આવ્યો હતો. મુંબઈ પોલીસ આત્મહત્યા સહિત અનેક બાબતોથી તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહના વકીલે આને મર્ડર ગણાવી દીધુ છે. કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી.
મહુવાના માળવાવ ગામના ત્રણ લોકો દરિયામાં તણાયા, બેનાં મોત, જાણો વિગત

કપડા કાઢવા માટે મહિલાએ વોશિંગ મશીનમાં નાંખ્યો હાથ, અજગર સાથે થયો સામનો, જાણો વિગતે

માઉથવોશથી કોગળા કરવાથી ઘટી શકે છે કોરોનાનો ખતરો ? રિસર્ચમાં શું કરવામાં આવ્યો દાવો ? જાણો વિગતે