રાયપુરઃ ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આમ આદમીથી લઈ સેલિબ્રટી, રાજનેતા સહિતના તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત અનેક રાજકારણીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે.

આ દરમિયાન છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે બુધવારે કહ્યું કે, મારી પત્નીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ રહ્યો છું. ટ્વિટર પર તેમણે જાહેરાત કરતાં કહ્યું, મારી ધર્મપત્ની શ્રીમતિ વીણા સિંહનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ડોક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉપરાંત હું તથા મારા પરિવારના અન્ય સભ્યો પણ આઈસોલેશનમાં રહીને તપાસ કરાવીશું. મારી સંપર્કમાં આવેલા લોકો આઈસોલેટ થઈને તપાસ કરાવે તેવી વિનંતી છે.



છત્તીસગઢમાં કોરોનાના કેસની સંખ્યા 13 હજાર પહોંચી છે અને 104 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 3586 એક્ટિવ કેસ છે અને 9239 લોકો સાજા થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 29 હજાર 638 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે.  છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે.

સુશાંત સિંહ રાજપૂત કેસઃ શરદ પવારે કહ્યું- મને મુંબઈ પોલીસ પર ભરોસો, CBI તપાસનો નહીં કરીએ વિરોધ

મહુવાના માળવાવ ગામના ત્રણ લોકો દરિયામાં તણાયા, બેનાં મોત, જાણો વિગત

માઉથવોશથી કોગળા કરવાથી ઘટી શકે છે કોરોનાનો ખતરો ? રિસર્ચમાં શું કરવામાં આવ્યો દાવો ? જાણો વિગતે