નવી દિલ્હીઃ કેરળની વાયાનાડ લોકસભા સીટથી કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. રાહુલ ગાંધીએ પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાની સંપત્તિ અને જવાબદારીઓની વિગતો પણ આપી છે. રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલ સોગંદનામા અનુસાર વિતેલા 5 વર્ષમાં તેની સંપત્તિમાં 68 ટકાનો વધારો થયો છે. રાહુલ ગાંધી પર 72 લાખ રૂપિયાનું દેવું છે. એટલું જ નહીં રાહુલ ગાંધી પાસે પોતાની કોઈ કાર નથી. રાહુલ ગાંધી તરફતી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ અનુસાર તેની પાસે દિલ્હીમાં ખેતીની પૈતૃક જમીન છે.
આ પહેલા 2014ના ચૂંટણી ફોર્મમાં રાહુલ ગાંધીએ પોતાની કુલ ચલ-અચલ સંપત્તિ 9.4 કરોડ રૂપિયા દર્શાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલની સંપત્તિમાં અંદાજે પાંચ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
રાહુલ ગાંધીના ચૂંટણીફોર્મમાં જણાવવામાં આવ્યું કે તેમની અચલ સંપત્તિની કુલ મુલ્ય 2014માં 1.32 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 10.08 કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેમની ચલ સંપત્તિ 8.07 રૂપિયા હતી, જે હવે ઘટી 5.8 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ ચલ સંપત્તિમાં શેર અને બોંડમાં 5.19 કરોડ રૂપિયા છે. જો કે તેમની પાસે રોકડ માત્ર 40 હજાર રૂપિયા જ છે. આમ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 15.88 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
5 વર્ષમાં 68% વધી રાહુલ ગાંધીની સંપત્તિ, દિલ્હીમાં છે ફાર્મ હાઉસ
abpasmita.in
Updated at:
05 Apr 2019 10:07 AM (IST)
કેરળની વાયાનાડ લોકસભા સીટથી કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. રાહુલ ગાંધીએ પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાની સંપત્તિ અને જવાબદારીઓની વિગતો પણ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -