Congress Protest LIVE: રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધીની પોલીસે કરી અટકાયત, મોંઘવારી વિરુદ્ધ કોગ્રેસનું પ્રદર્શન
આજે કોંગ્રેસ દેશભરમાં બેરોજગારી અને મોંઘવારી સામે વિરોધ કરી રહી છે. પાર્ટીના નેતાઓ તમામ રાજ્યોમાં પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે
રાહુલ ગાંધી બાદ હવે પોલીસે પ્રિયંકા ગાંધીને પણ કસ્ટડીમાં લીધા છે. પ્રિયંકા ગાંધી તેમના કાર્યકર્તાઓ સાથે પીએમ હાઉસ તરફ જવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોક્યા. આ પછી પ્રિયંકા ગાંધી રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. પરંતુ પોલીસે તેઓને કસ્ટડીમાં લઈ લીધા હતા.
રાજપથ પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસે કોંગ્રેસના સાંસદોને પકડ્યા છે. કેટલાક લોકોને માર્યા છે. તમે બધા જોઈ રહ્યા છો કે લોકશાહીની હત્યા થઈ રહી છે. આ લોકો મોંઘવારી પર પ્રદર્શન કરવા દેતા નથી.
વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. મોંઘવારી સામે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ અને ગૌરવ ગોગોઈ સહિત તમામ સાંસદોની અટકાયત કરીને બસમાં બેસાડવામાં આવ્યા છે.
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ ચાલુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કાળા કપડામાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. આ અંગે સરકારે કંઈક કરવું જોઈએ. એટલા માટે અમે આ લડાઈ લડી રહ્યા છીએ.
મોંઘવારી સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સંસદ ભવન પાસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ કાળા કપડામાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે અમે ધરપકડ આપવા પણ તૈયાર છીએ. આ તમામ રાષ્ટ્રપતિ ભવનથી પીએમના નિવાસસ્થાન સુધી કૂચની તૈયારી કરી રહ્યા છે. દિલ્હી પોલીસે તમામને આગળ વધતા અટકાવ્યા હતા.
દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયથી લગભગ 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના સાંસદો અને વર્કિંગ કમિટીના સભ્યો અને અન્ય નેતાઓ કૂચ કરશે. કોંગ્રેસના સાંસદો પણ મોંઘવારી મુદ્દે 11 વાગે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. કોંગ્રેસે પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી મળ્યો નથી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આ લોકોએ મોંઘવારી, બેરોજગારી અને GSTનું જે બહાનું બનાવ્યું છે, તેનાથી લોકો ખૂબ જ દુઃખી છે. લોકો ડરના કારણે બોલી શકતા નથી, જેથી ભયનો માહોલ ઉભો થયો છે. સરકાર સમજતી નથી. આ દેશમાં લોકશાહી નામની જ છે.
દિલ્હી પોલીસે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી અને GST વધારા સામે કોંગ્રેસના વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને શુક્રવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવના છે. પોલીસે આ માટે ખાસ વ્યવસ્થા કરી છે
કોંગ્રેસના પ્રદર્શનને જોતા દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ કોંગ્રેસ કાર્યાલયની બહાર જાહેરાત કરી રહી છે કે, રસ્તા પર એકઠા ન થાઓ, કલમ 144 લાગુ છે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Congress Protest: નેતાઓનું કહેવું છે કે તેઓ આ અંગે વિરોધ કરશે. દિલ્હીમાં કોંગ્રેસે પીએમ આવાસ અઆજે કોંગ્રેસ દેશભરમાં બેરોજગારી અને મોંઘવારી સામે વિરોધ કરી રહી છે. પાર્ટીના નેતાઓ તમામ રાજ્યોમાં પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છેને રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. જે બાદ આ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન પાસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સંસદ ભવન તરફ કૂચ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદમાં અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રદર્શનનું નેતૃત્વ કરશે. રાહુલ પાર્ટીના સાંસદો સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. પ્રિયંકા ગાંધી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે કોંગ્રેસ મુખ્યાલયથી પીએમ આવાસ તરફ જવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે સંસદમાં મોંઘવારી પર ચર્ચા થઈ હતી, જે દરમિયાન કોંગ્રેસ દ્વારા સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી પર અંકુશ આવ્યો છે. ગરીબોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -