CM face of Congress in Punjab: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને કોગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાના નામની જાહેરાત છ ફેબ્રુઆરીના રોજ કરી શકે છે. કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લુધિયાણામાં તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોના મતે મુખ્યમંત્રી પદના ચહેરાની રેસમાં વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સૌથી આગળ છે. કોગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાને લઇને પંજાબના પાર્ટી કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે સર્વે કરાવી રહી છે.
નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ ચન્નીને તાજેતરમાં જ જલંધરમાં રેલી દરમિયાન મંચ પરથી રાહુલ ગાંધી સમક્ષ મુખ્યમંત્રીના ચહેરાની માંગ કરી હતી. ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ બંન્ને મુખ્યમંત્રી બનવા માંગે છે. ચન્ની વર્તમાન મુખ્યમંત્રી છે અને સાથે જ દલિત નેતા પણ છે. જ્યારે સિદ્ધુ પંજાબ કોગ્રેસના અધ્યક્ષ છે અને પંજાબના રાજકારણમાં જૂનો ચહેરો છે.
કોગ્રેસમાં મુખ્યમંત્રી ચહેરાના સવાલને લઇને એબીપી ન્યૂઝ માટે સી વોરટે સર્વે પણ કર્યો હતો. કોગ્રેસે કોના ચહેરા પર ચૂંટણી લડવી જોઇએ? આ સવાલ પર 40 ટકા લોકોએ કહ્યું કે ચરણજીત સિંહ ચન્નીના ચહેરા પર ચૂંટણી લડવી જોઇએ. જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે સિદ્ધુના ચહેરા પર ચૂંટણી લડવી જોઇએ. જ્યારે 27 ટકા લોકોએ કહ્યું કે બંન્નેના. જ્યારે 12 ટકા લોકોએ ખ્યાલ નથી તેવો જવાબ આપ્યો હતો. પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 10 માર્ચના રોજ મતગણતરી થશે.
Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ
ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત
Tulsi Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ
Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર