Nagpur Panchayat Samiti Election: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લો ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના આ ગઢમાં પંચાયત સમિતિઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસે જિલ્લામાં પ્રમુખની 13માંથી 9 અને ઉપપ્રમુખની 13માંથી 8  પદ પર જીત મેળવી હતી. આ સાથે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) એ અધ્યક્ષના ત્રણ પદ જીત્યા અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથે એક બેઠક જીતી. આ સાથે જ આ ચૂંટણીમાં ભાજપે ઉપપ્રમુખની ત્રણ બેઠકો જીતી હતી અને એક પણ પ્રમુખ પદ જીતી શક્યું નથી.


કોંગ્રેસે સોનેર, કલમેશ્વર, પરસિવાની, મૌંડા, કેમ્પ્ટી, ઉમરેડ, ભીવાપુર, કુહી અને નાગપુર ગ્રામીણ પંચાયત સમિતિઓમાં પ્રમુખ પદમાં જીત મેળવી. આ ઉપરાંત કાટોલ, નરખેડ અને હિંગનામાં એનસીપી અને રામટેકમાં શિંદે સેનાનો વિજય થયો છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી નીતિન રાઉતે, જેઓ નાગપુરના છે, તેમણે પાર્ટીની જીતનો શ્રેય મહા વિકાસ અઘાડી સરકારના કાર્યકાળ સહિત પાછલા ત્રણ વર્ષમાં પાયાના સ્તરે કરેલા સારા કાર્યોને આપ્યો.


કૉંગ્રેસે એ જિલ્લામાં જીત મેળવી છે જ્યાં  RSSનું મુખ્યાલય છે અને જ્યાંથી ભાજપના વરિષ્ઠ નેતાઓ આવે છે.  આ જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેનો સમાવેશ થાય છે. કોંગ્રેસની આ જીત પર મહારાષ્ટ્ર બીજેપી ચીફ બાવનકુલેએ કહ્યું કે નાગપુરના પરિણામોને જોવા ખોટું હશે. જો કોંગ્રેસ સામાન્ય ચૂંટણીના પરિણામોના રૂપમાં તેની સફળતા બતાવવા માંગે છે, તો એવું નથી.


તે જ સમયે, બાવનકુલેના આ નિવેદન પર કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે આ પ્રકારની પ્રતિક્રિયા ભાજપની વિશેષતા છે. કારણ કે જ્યારે ભાજપ બેકફૂટ પર હોય છે ત્યારે તે કોઈને કોઈ ટેકનિકલ ખુલાસા સાથે બહાર આવે છે. જો તેઓ આટલી બધી બેઠકો પર જીત મેળવી હોત તો રસ્તાઓ પર ઉતરી ઉજવણી કરતા હોત. 


Congress Candidate List HP: કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી


કોંગ્રેસે મંગળવારે (18 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 46 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.  જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.


કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે. ચેતરામ ઠાકુર હાલ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ છે.