અલીગઢ: અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટીના યૂનિયન હોલમાં આજે પણ પાકિસ્તાનની સંસ્થાપક મોહમ્મદ અલી ઝિણાની તસવીર લગાવેલી છે. તસવીરને લઈને બીજેપી સાંસદ સતીશ ગૌતમે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા વારંવાર હુમલો કરવામાં આવે છે. તો પણ યૂનિવર્સિટીમાં ઝિણાની તસવીર લગાવી રાખવું કેટલું તાર્કિક છે?

ત્યારે બીજી તરફ યૂપી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં જે મહાનપૂરુષોનું યોગદાન રહ્યું છે તેના પર આંગણી ચીંધવું યોગ્ય નથી. તેમણે કહ્યું દેશના ભાગલા પડ્યા તે પહેલા ઝિણાનું પણ યોગદાન રહ્યું છે.

ઝિણાની તસવીરને લઈને અલગીઢ બીજેપી સાંસદ સતીશ ગૌતમે યૂનિવર્સિટીના વાઈસ ચાન્સલર તારિક મંસૂરને એક પત્ર લખી પૂછ્યું કે એએમયૂમાં ઝિણાની તસવીરો લગાવવાની શું મજબૂરી બની ગઈ છે? વર્તમાનમાં પાકિસ્તાન તરફથી નાપાક હરકતો સતત ચાલુ છે. એવામાં ઝિણાની તસ્વીર રાખવું કેટલું તાર્કિક છે?

ત્યાં, આ મામલે એમયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ ફેજૂલ હસન ઝિણાની તસવીર લગાવવું ખોટૂં નથી માનતા. તેમનું કહેવું છે કે, વર્ષ 1938માં આઝાદી પહેલા ઝિણાને આજીવન સદસ્યતા વિદ્યાર્થી સંઘ તરફથી આપવામાં આવી હતી. સંસદની અંદર પણ ઝિણાની તસવીરો લગાવેલી છે. જ્યારે ત્યાં તસવીર લગાવેલી છે તો અહીં ખોટું કઈ રીતે? ઝિણા પર સવાલ કેમ ઊઠી રહ્યાં છે. જ્યારે અંગ્રેજ પણ આપણા દેશના દુશ્મન હતા. અહીં મુગલોને દેશમાં ગાળો આપવામાં આવે છે પરંતુ તેમની બનાવેલી વસ્તુઓ પર સવાલ કેમ નથી ઉઠાવવામાં આવતા? 1947માં તેને પણ તોડીને ભારતીય સંસ્કૃતિ વિકસિત કરતા, તે કેમ નથી કર્યું?

એએમયૂ પ્રશાસને કહ્યું કે, એએમયૂ સ્ટૂડેન્ટ યૂનિયન એક સ્વતંત્ર સંસ્થા છે. તેનો એએમયૂ પ્રશાસન સાથે સીધું નિયંત્રણ નથી થતું. વર્ષ 1920 થી જ્યારે યૂનિવર્સિટી બની ત્યારે વિદ્યાર્થી સંઘના લોકો વિભિન્ન મહાનુભૂતિઓને આજીવન સદસ્યતા આપે છે. પ્રથમ સદસ્યતા ગાંધીજીને આપવામાં આવી હતી. વિદ્યાર્થી સંઘ જે સદસ્યતા આપે છે તેની સાથે પ્રશાસનનું પણ કોઈ લેવા દેવા નથી. આ નિર્ણય વિદ્યાર્થી સંઘ કરે છે. આ મામલે અમે વાત કરીશું. સદસ્યતા પહેલાથી આપવામાં આવી છે તેથી તેને બદલી નહીં શકાય.