મૃત્યુ દરમાં ઘટાડો
રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.81 ટકા થઈ ગયો છે. આ સિવાય એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 22 ટકા થઈ ગયો છે. આ સાથે જ રિકવરી રેટ પણ 76 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
એક્ટિવ કેસના મામલામાં ટોપ-5 રાજ્ય
આંકડા મુજબ, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજા નંબર પર તમિલનાડુ છે, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ત્રીજો અને મોતની સંખ્યાના હિસાબથી ભારત દુનિયામા ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના વાયરસની મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ભારત છે.