Covid-19 Cases Kerala: છેલ્લા થોડા મહિનાથી કોરોનાનો સામનો કરી રહેલા કેરળના માથે એક વધુ મુસીબત આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, છેલ્લા પાંચ મહિનામાં કેરળમાં આશરે 300થી વધારે બાળકો મલ્ટિ સિસ્ટમ ઈંફ્લેમેટરી સિંડ્રોમ ઈન ચિલ્ડ્રન (MIS-C)થી સંક્રમિત થયા છે. આ એક પ્રકારનું પોસ્ટ કોવિડ કોમ્પલિકેશન છે, તેનાથી ચાર બાળકોના મોત થયા છે. એમઆઈએસ-સી કેરળ માટે એક નવી ચિંતા બનીને ઉભર્યુ છે.


કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને માતા-પિતાને તેમના બાળકોમાં એમઆઈએસ-સીના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, આ બીમારીની સારવાર શક્ય છે. જો તેની અવગણના કરવામાં આવે તો મુશ્કેલ થઈ જશે.


નિષ્ણાતોના કહેવા મુજબ એમઆઈએસ-સી એવા બાળોકમાં પોસ્ટ કોવિડ બીમારી છે જેઓ કોરોનાથી મુક્ત થયા બાદ ત્રણ-ચાર સપ્તાહ પછી તાવ, પેટ દર્દ, આંખ લાલ થવી જેવી ફરિયાદ કરતાં હતા. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધી કોવિડ-19થી સંક્રમિત લોકોમાંથી 10 ટકા 18 વર્ષથી ઓછી ઉંમરના છે. જ્યારે મોટાભાગના એમઆઈએસ-સી સંક્રમિતોની ઉંમર 15 વર્ષથી ઓછી છે. પ્રથમ એમઆઈએસ-સી મામલો ચાલુ વર્ષે તિરુવનંતપુરમમાં સરકારી હોસ્પિટલમાં સામે આવ્યો હતો.


દેશના સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં


કેરળમાં ભારતના સૌથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે કેરળમાં 2,05,440 એક્ટિવ કેસ છે. જ્યારે 37,51,666 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 20,466 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં નોંધાતા કુલ કેસમાંથી આશરે 50 ટકા કેસ હાલ કેરળમાંથી જ આવે છે.


ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.



  • કુલ કેસઃ 3 કરોડ 26 લાખ 95 હજાર 30

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 18 લાખ 88 હજાર 642

  • એક્ટિવ કેસઃ 3 લાખ 68 હજાર 558

  • કુલ મોતઃ 4 લાખ 37 હજાર 558

  • કુલ રસીકરણઃ 63 કરોડ 9 લાખ 17 હજાર


દેશમાં ત્રીજી લહેરના ભણકારા, સતત ચોથા દિવસે 40 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ


અયોધ્યામાં રાષ્ટ્રપતિ કોવિંદ બોલ્યા – રામ વગર અયોધ્યા છે જ  નહીં