મેક્સ ઇન્ટરનલ મેડિસિનના ડોક્ટર રોમેલ ટિક્કૂનું કહેવું છે કે, હાલમાં મર્યાદિત ઉપયોગની મંજૂરી મળી છે એટલે કે દરેક દર્દીને આ દવાની મંજૂરી મળી નથી. હાલમાં કોવિડના માઈલ્ડ અને મોડરેટ દર્દીઓ પર તેના ઉપયોગની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, જે દર્દીને દવા આપવામાં આવશે તેનો ડેટા રાખવો પડશે. આગામી 1000 દર્દી સુધી આ કરવું જરૂરી છે. આ વિશે ગંગારામ હોસ્પિટલના લંગ્સ સર્જન ડોક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, હાલમાં આ દવાથી વધારે આશા ન રાખી શકાય. જે અભ્યાસ થયો છે તેમાં વધારે ભૂમિકા જોવા નથી મળી રહી, હાલમાં તેના પર લિમિટેડ ટ્રાયલ થયું છે.
જ્યારે ડોક્ટર ટિક્કૂનું કહેવું છે કે, આ કેટલી ઇફેક્ટિવ છે અને કેટલી સેફ છે તેના માટે મોટા ટ્રાયલની જરૂરત છે, જે ટ્રાયલ ચાલી રહ્યું છે. તેના રિઝલ્ટ બાદ જ કંઈ કહી શકાય. તેમણે કહ્યું કે, આ દવા જાપાનમાં ફ્લૂ માટે ઉપયોગમાં લેવાય છે. તેને રશિયામાં પણ કોવિડ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ દવા ભારતમાં કોરોનાના દર્દી પર કેટલી અસર કરેછે. ડોક્ટરોનું કહેવું છે કે, હાલમાં જ્યાં સુધી નવી દવા ન આવી જાય ત્યાં સુધી રીપપર્સ દવા પર આશા બંધાયેલી છે. સારી વાત એ છે કે આ એક ઓરલ ડ્રગછે, જ્યારે રેમડેસીવર એન્ટ્રાવિનસ ડ્રગ છે. તેમાં દર્દી દવા ઘરે પણ લઈ શકે છે, આ લાભદાયક થઈ શકે છે.
જણાવીએ કે, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે કોવિડની હલ્કા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે લોન્ચ કરી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે. કંપનીએ આ દવની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે. ગ્લેનમાર્ક અનુસાર, 200 mgની 34 ટેબલેટવાળી એક સ્ટ્રિપની કિંમત 3500 રૂપિયા હશે. આ દવા હિમાચલ પ્રદેશની બડ્ડી ફેસિલિટીમાં બનાવવામાં આવી રહી છે. કંપની અનુસાર, આ દાવને હોસ્પિટલ્સ અને રિટેલ ચેન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુંબઈના આ દવા કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)તરફતી મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદનની મંજૂરી મળી ગઈ છે.