અનેક રાજ્યો NPRની પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરવાના હતા, પરંતુ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનો પ્રકોપ અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં લેતા ગૃહમંત્રાલયે કહ્યું કે આગામી આદેશ સુધી NPRને અપડેટ કરવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે.