નવી દિલ્લી: અમેરિકા બાદ ભારત એવો દેશ છે. જેમાં વેક્સિનેશનમાં 21 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જો કે જનસંખ્યાના હિસાબે વાત કરીએ તો આપણે હજું પણ કેટલાક દેશોની પાછળ છીએ ટકાવારીના હિસાબે ભારતમાં વેક્સિનેશનની રફતાર ખૂબ જ ધીમી છે. જો કે જૂનથી આપણા દેશમાં વેક્સિનેશનની રફતાર તેજ થવાની ઉમ્મીદ છે. તો જાણી દેશના તમામ દેશમાં વેક્સિનેશનશની રફતાર કેટલી  છે. 


દુનિયાના દેશોમાં વેક્સિનેશનની શું છે સ્થિતિ 


અમેરિકમાં અત્યાર સુધીમાં 29 કરોડ સાત લાખ વેક્સિનેશનની ડોઝ અપાઇ ચૂક્યાં છે. કુલ 49 ટકા લોકોને પહેલી ડોઝ અપાઇ છે. જ્યારે40 ટકા બીજી ડોઝ પણ મળી ચૂકી છે. યૂકેમાં 6 કરોડ 26 લાખ વેક્સિનેશના ડોઝ અપાયા છે. 35 ટકા લોકોને બંને ડોઝ અપાઇ ચૂકી છે. જ્યારે 57 ટકા લોકોને પહેલો ડોઝ અપાઇ ગયો છે. 
જર્મનીમાં 4 કરોડ 83 લાખ અપાઇ ચૂકયાં છે. કુલ 40 ટકા આબાદીને પહેલો ડોઝ 16 ટકાનને બંને ડોઝ અપાઇ ગયા છે. 
ફ્રાંસમાં 3 કરોડ 42 લાખ ડોઝ અપાઇ છે 35 ટકા જનસંખ્યાને  પહેલો ડોઝ અને 15 ટકાને બંને ડોઝ અપાયા છે. 
ઇટલીમાં અત્યાર સુધીમાં 3 કરોડ 29 લાખ વેક્સિનની ડોઝ અપાઇ છે. અહીં 36  ટકા જનસંખ્યાને પહેલો ડોઝ અને 19 ટકા જનસંખ્યાને બંને ડોઝ અપાઇ ચૂક્યાં છે
બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 6 કરોડ 52 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે. અહીં 20 ટકા આબાદીને પહેલો ડોઝ અને 10 ટકાને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે. 
ભારતમાં 21 કરોડ વેક્સનની ડોઝ અપાઇ ગઇ છે. દેશમાં કુલ ત્રણ ટકા આબાદીને બંને ડોઝ લાગાવાય છે. પહેલો ડોઝ 12 ટકા લોકોને લાગાવાય ચૂક્યો છે. 


દેશમાં શું છે કોવિડની સ્થિતિ?
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.


 



.