જેમાં આઈસીએમઆરના ડો. બલરામ ભાર્ગવે કહ્યું, હાલ 3 ભારતીય રસી ક્લિનિક્લ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે. જેમાંથી ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ પ્રથમ તબક્કાનું પરીક્ષણ પૂરું કર્યુ છે અને બીજા તબક્કાનું શરૂ છે. જ્યારે ત્રીજી ઓકસફર્ડની રસી છે. ઓક્સફોર્ડ વેક્સીનને બીજા અને ત્રીજા તબકકાના ક્લિનિકલ ટ્રાયલવ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ટ્રાયલ એક સપ્તાહની અંદર 17 સ્થાનો પર શરૂ થશે.
ભારતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જૂનના બીજા સપ્તાહમાં મૃત્યુદર 3.36 ટકા હતો, જે જુલાઈના બીજા સપ્તાહમાં ઘટીને 2.69 ટકા થયો છે. કોરોના વાયરસના કુલ મામલમામાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓના મોત થયા છે. 50 ટકા મૃત્યુ 60 કે તેથી વધારે ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીના થયા છે. 37 ટકા મૃત્યુ 60 વર્ષના દર્દીના થયા છે.
IPL 2020ના સૌથી મોટા સમાચાર, મુખ્ય સ્પોન્સર વીવોને લઈ શું લેવામાં આવ્યો નિર્ણય, જાણો વિગતે
રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત