નવી દિલ્હી: ભારતમાં બે કોરોના વેક્સીનને મંજૂરી મળ્યા બાદ 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરુ થવા જઈ રહ્યું છે. ભારત સરકારે બન્ને વેક્સીનનો ઓર્ડર આપી દીધો છે આ બન્ને વેક્સીન લોકોને આપવામાં આવશે. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, બન્ને વેક્સીન સુરક્ષિત અને અસરકાર છે. એવામાં કોઈ રસી લગાવવી તે પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે નહીં. બન્નેમાંથી જે રસી ઉપલબ્ધ રહેશે તે લગાવવામાં આવશે.

ભારતીય ડ્રગ રેગ્યુલેટર (DCGI)એ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા બન્નેની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. બન્ને રસીને ડેટાને સેફ અને ઈમ્યુનોગેનેટિક બાદ જ ઉપયોગ માટે મંજૂરી મળી છે. એવામાં આ બન્ને વેક્સીન સુરક્ષિત જ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, દુનિયાના અનેક દેશોમાં મલ્ટીપલ વેક્સીન સિસ્ટમ ચાલી રહી છે, પરંતુ દુનિયામાં ક્યાંય પણ લાભાર્થીને આ વિકલ્પ નથી મળતો કે તે પોતાની પસંદગીની વેક્સીન લગાવે.

કમ્યુનિટી મેડિસિન, એમ્સના ડોક્ટર પુનિત મિશ્રાએ કહ્યું કે, હાલમાં મને નથી લાગતું કે ઓપ્શન્સ છે. આજથી એક વર્ષ બાદ શું પરિસ્થિતિ હશે તે ખબર નથી પરંતુ 10 વેક્સીન આપણી પાસે હોઈ શકે. હાલમાં જે વેક્સીન ઉપલબ્ધ છે તે આપણે અપનાવવી પડશે અને સૌથી સારી વાત એ છે કે, બન્ને ઈફેક્ટિવ છે અને હું કહીશ કે જ્યાં પણ જે વેક્સીન ઉપલબ્ધ છે. ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તેને તમારે લેવી જોઈએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ઉપરાંત ભારત બાયોટેક પાસેથી રસીના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, બાયોટેક પાસેથી રસીના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે. કોવેક્સિનના 38.5 લાખ ડોઝમાંથી દરેક ડોઝ પર 295 (ટેક્સ સાથે)નો ખર્ચ આવશે. જ્યારે ભારત બાયોટેક 16.5 લાખ ડોઝ ફ્રીમાં આપી રહી છે, જેના કારણે તેનો ખર્ચ દરેક ડોઝ પર 206 રૂપિયા આપશે. જ્યારે ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝ ખરીદી કરી છે. આ રસીની 200 રૂપિયાની કિંમતમાં ટેક્સ સામેલ નથી આમ ટેક્સ સાથે કિંમત 210 રૂપિયા થશે.