તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજયભાસ્કરે કહ્યું કે, 60-95 વર્ષના લોકો પર બીસીજીની રસીના પ્રારંભિક પરીક્ષણ માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. તેનાથી ઉંમરલાયક લોકોના મૃત્યુદરમાં ઘટાડો થવાની આશા છે. આ પહેલા આઈસીએમઆરએ વરિષ્ઠ નાગરિકો પર બીસીજી રસીના પ્રભાવના રિસર્ચ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગી હતી.
પલાનીસ્વામી દ્વારા આ ટેસ્ટિંગ માટે રાજ્ય તરફથી આપવામાં આવેલી મંજૂરીને કોવિડ-19 સામે જંગમાં લોકોના જીવ બચાવવાના ઉપાય પૈકીનો એક ગણાવતા વિજયભાસ્કરે કહ્યું, તેનાથી સંક્રમણ સામે ભરવામાં આવલા પગલામાં વધુ ગતિ આવશે. બીસીજીની રસી વરિષ્ઠ લોકોને આપવાથી કોવિડ-19ના પ્રભાવ, હોસ્પિટલોમાં દાખલ અને મૃત્યુદરમાં ઘટાડો આવશે.
દેશમાં કોરોના સંક્રમિત રાજ્યોમાં તમિલનાડુ બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,51,820 પર પહોંચી છે. જ્યારે 2,167 લોકોના મોત થયા છે. 1,02,310 લોકો સાજા થઈ ગયા છે અને 47,343 એક્ટિવ કેસ છે.