Omicron in South States: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) ના વધતા કેસ અને ત્રીજી લહેરના ખતરા વચ્ચે રાજ્યોએ ક્રિસમસ(Christmas) અને નવા વર્ષ (New Year) ની ઉજવણી પર પ્રતિબંધો લાગૂ કરવાનું શરુ કર્યું છે. દક્ષિણના રાજ્યોમાં પણ કડક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. તમિલનાડુ સરકાર (Tamil Nadu Government) એ બીચ પર કોઈપણ પ્રકારના જમાવડા પર રોક લગાવી છે. સરકારે કહ્યું કે 31 ડિસેમ્બરની રાત અને 1 જાન્યુઆરીએ કોઈપણ બીચ પર અન્ટ્રી નહી લઈ શકે. સાથે જ  31  ડિસેમ્બર સુધી કોઈપણ પ્રકારના સામાજિક, કલ્ચરલ કે રાજકીય કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે.


આટલું જ નહીં, તમિલનાડુ ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખીને પોંગલ અને જલ્લીકટ્ટુની રમત દરમિયાન કોઈપણ પ્રકારના મેળાવડાને રોકવા માટે વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે રોજના કેસ 600ને પાર પહોંચી રહ્યા છે. તે જ સમયે, ઓમિક્રોનના કુલ 34 કેસ પણ નોંધાયા છે, જેમાંથી 3ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


કર્ણાટકમાં પણ કડકાઈ વધી છે


કર્ણાટકમાં પણ ઓમિક્રોનને લઈને કડડ પ્રતિબંધો વધારવામાં આવ્યા છે. જો કે, કર્ણાટક સરકારે અત્યાર સુધી સંપૂર્ણ નિયંત્રણો લાદ્યા વિના રેસ્ટોરાં અને ક્લબમાં 50% ક્ષમતા સાથે નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે. જો કે, બંને રસીના ડોઝ ફરજિયાત રહેશે. તે જ સમયે, ક્રિસમસ પર પણ ચર્ચની અંદર પ્રાર્થના કરી શકાય છે. જાહેર સ્થળોએ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં દરરોજ કોવિડ-19ના કેસ 300ની નજીક પહોંચી રહ્યા છે, જેમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 31 કેસ નોંધાયા છે.


પુડુચેરીની વાત કરીએ તો અહીં 2 જાન્યુઆરી સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે, 25 ડિસેમ્બરે નાતાલ અને નવા વર્ષ માટે નાઇટ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે, જેથી લોકો ઉજવણી કરી શકે.