cornavirus:કોરોનાની મહામારીની બીજી લહેરમાં રોજ હજારોની સંખ્યામાં મોત થઇ રહ્યાં છે. જો કે રિકવરી રેટમાં પહેલાથી સુધારો આવ્યો છે. જો કે, કોરોનામાં  સ્ટીરોઇડના ઉપયોગના કારણે અન્ય કેટલીક સમસ્યા ઉભી થઇ રહી છે. આ મુદ્દે મેયો ક્લિનિકના એમડી વેસેન્ટ રાજકુમારે લોકોને આડેધડ સ્ટીરોઇડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.


ડો, વિસેન્ટ રાજકુમારે લખ્યું કે, ભારતમાં એવા યુવા દર્દીઓના મોત થઇ રહ્યાં છે. જેના સરળતાથી રિકવરી થઇ જવું જોઇએ. આ માટે હું ભારતીય ડોક્ટરને આગ્રહ કરુું છું કે, ઇલાજમાં સ્ટીરોઇડનો ઉપયોગ ઓછો કરી દે.  સ્ટીરોઇડ માત્ર હાઇપોક્સિક દર્દી માટે જ ફાયદાકારક નિવડે છે. શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડ આપવાથી દર્દીને નુકસાન થાય છે.



ટવિટ કરતા તેમણે લખ્યું કે, કોરોના વાયરસ પહેલા સપ્તાહમાં શરીરમાં વિભાજીત થઇ રહ્યું હોય છે. આ સમયે જો દર્દીને સ્ટીરોઇડ આપવામાં આવે તો તેની ઇમ્યૂન સિસ્ટમ પર દબાણ વધે છે અને તેના કારણે વાયરસ વધુ ઝડપથી શરીરમાં ફેલાઇ છે. સ્ટીરોઇડ કોઇ એન્ટી વાયરલ દવા નથી. રિકવરી સમયે સ્ટીરોઇડના કારણે એવા લોકોના વધુ મોત થયા છે . જે હાઇપોક્સિક ન હતા. 


ડો. વિસેન્ટ રાજકુમારે લખ્યું કે, કોરોના સંક્રમણમાં હાઇપોક્સિયા  દર્દીના ફેફસાંના સંકેત આપે છે. શરૂઆતી સ્ટેજમાં આ થનાર ક્ષતિને આપણી ઇમ્યુન સિસ્ટમ નિયંત્રિત કરી શકે છે.માત્ર હાઇપોક્સિયામાં જ કોઇ દર્દીને માત્ર  સ્ટીરોઇડના ડોઝ આપવામાં આવે છે. તેમને જણાવ્યું કે,  રિકવરી પિરિયડમાં વધુમાં વધુ 5 દિવસ સુધી ડેક્સામૈથાસોન 6mgના દર્દીને અપાય છે. સ્ટીરોઇડના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ અનિયંત્રિત થઇ જાય છે ઉપરાંત અન્ય બેકેટેરિયાનો  ખતરો પણ વધી જાય. છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 71 લાખ 57 હજાર 795

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816

  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591

  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591


એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત


સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.