કોવિડ-19 વેક્સિન માટે કેટલા રૂપિયા ચુકવવા પડશે
ફોર્બ્સ મુજબ, ફાઇઝર-બાયોએનટેક દ્વારા વિક્સિત રસીની કિંમત વધારે માનવામાં આવી રહી નથી. કંપનીએ અમેરિકા માટે વેક્સિનના એક ડોઝની કિંમત 19.50 ડોલર (આશરે 1400 થી 1500 રૂપિયા) રાખી છે અને આ ભાવે અમરિકન સરકારે ફાઇઝર પાસેથી 1.95 અબજ ડોલરનો કરાર પણ કર્યો છે. કોવિડ-19ના દર્દીએ વેક્સિનના ઓછામાં ઓછા બે ડોઝ લેવા જરૂરી છે. આ હિસાબે દર્દીને વેક્સિનના બે ડોઝ માટે 39 ડોલર ચુકવવા પડશે.
આ ઉપરાંત મોર્ડનાએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી છે. જેણે એક ડોઝની કિંમત 25 ડોલર (આશે 1800થી 1900 રૂપિયા) રાખી છે. જેનો મતલબ એક દર્દીએ બે ડોઝ માટે 50 ડોલર ખર્ચવા પડશે. જોકે અમેરિકાના લોકો માટે આ ભાવ વધારે નથી, કારણકે અહીંયા તાવ-ઉધરસની વાર્ષિક વેક્સિનની કિંમત 40 ડોલર છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ભાગીદારીમાં વેકસિન બનાવી રહેલી કંપની એસ્ટ્રાજેનેકાનું કહેવું છે કે લેટિન અમેરિકામાં વેક્સિનની કિંમત 4 ડોલર (આશરે 300 રૂપિયા) પ્રતિ ડોઝથી ઓછી હશે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાજેનેકાની વેક્સિન મોટા પાયે બનાવી રહી છે. ભારત અને વિકાસશીલ દેશો માટે તેનો ભાવ ત્રણ ડોલર (આશરે 220 રૂપિયા) આસપાસ રહેવાનો અંદાજ છે.
જો તમારી પાસે પણ છે 10 રૂપિયાની આવી જૂની નોટ તો કમાઈ શકો છો તગડી રકમ
વડોદરાના દેણા ગામના ખેતરમાંથી ધો.10માં ભણતા વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ, જાણો વિગતે