રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનની યાદી
Coronavirus: દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં અને 319 જિલ્લાનો ગ્રીન ઝોનમાં સામેવશ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2020 04:41 PM (IST)
દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરો સહિત દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં છે, જ્યારે 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ 733 જિલ્લાનો કલર મેપ જાહેર કર્યો છે, જેમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાના આધારે રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરો સહિત દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં છે, જ્યારે 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.
તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રેડ ઝોન વિસ્તારોમાં નિર્ધારિત નિવારણ રણનીતિ હેઠળ પગલા લેવા જણવવામાં આવ્યું છે. આરોગ્ય સચિવ પ્રીતિ સૂદન દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રાજ્ય ઈચ્છે તો અન્ય જિલ્લા કે વિસ્તારમાં પણ રેડ ઝોન નક્કી કરી શકે છે. ગ્રીન ઝોન એ જિલ્લાને કહેવામાં આવે જ્યા અત્યાર સુધી એક પણ કેસ નથી અથવા તો છેલ્લા 21 દિવસમાં કોઈ કેસ સામે આવ્યો નથી.
મહત્વનું છે કે, દેશમાં છેલ્લા બે અઠવાડિયામાં રેડ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો છે સાથે ગ્રીન ઝોનવાળા વિસ્તારના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. એક પખવાડીયામાં પહેલા દેશમાં જ્યાં 207 વિસ્તાર નોન હોસ્ટપોટ કે ઓરેન્જ ઝોનમાં હતા તે હવે 284 જિલ્લા આ શ્રેણીમાં આવી ગયા છે. ગત 16 એપ્રિલના રોજ જાહે કરવામાં આવેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 170 જિલ્લાને રેડ ઝોનમાં સામેલ કર્યા હતા જે હવે ઘટીને 130 થઈ ગયા છે. ગ્રીન ઝોનની સંખ્યા 16 એપ્રિલના રોજ 359 હતી તે હવે 319 થઈ ગઈ છે. કોરોનાના 15થી વધુ કેસવાળા જિલ્લા કે તે વિસ્તારને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓની સંખ્યા ચાર કે તેનાથી ઓછા દિવસમાં ડબલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -