નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 1029 થઈ છે. જ્યારે દેશમાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે અને 84 દર્દીઓ સાજા થયા છે. હાલ 792 એક્ટિવ દર્દીઓ છે. જેમની સારવાર દેશની અલગ-અલગ હોસ્પિટલોમાં ચાલી રહી છે.


કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. જ્યાં 186 લોકો સંક્રમિત છે. જ્યારે  કેરળમાં 182 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં 162, કર્ણાટકમાં 76, તેલંગણામાં 65, રાજસ્થાનમાં 54, ઉત્તરપ્રદેશમાં 61, ગુજરાતમાં 55, દિલ્હીમાં 40, પંજાબમાં 38, તમિલનાડુમાં 42, હરિણામાં 33, મધ્યપ્રદેશમાં 34, જમ્મુ-કાશ્મીરમાં 27, લદાખમાં 13, આંધ્રપ્રદેશમાં 12, પશ્ચિમ બંગાળમાં 10, બિહારમાં 9, ચંદિગઢમાં 7, છત્તીસગઢમાં અને ઉત્તરાખંડમાં 6-6 કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ છે.

કયા રાજ્યમાં  કેટલા મોત થયા ?
અત્યાર સુધી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4-4 મોત થઈ છે, જ્યારે કર્ણાટકમાં 3, મધ્યપ્રદેશમાં 2, તમિલનાડુ,બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીરમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયના અનુસાર કોરોનાથી દેશમાં જે લોકોના મોત થયા તેમાના મોટા ભાગના વૃદ્ધ હતા અને તેમને ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટની પ્રોબ્લેમની બીમારી હતી. કોરોના પર લગામ કસવા માટે સારવારમાં લૉજિસ્ટિક સપોર્ટની કમી ન રહે તે માટે ટાસ્કફોર્સની રચના કરાઈ છે . PSUને 10 હજાર વેંટિલેટર તૈયાર કરવાના આદેશ અપાઈ ચૂક્યા છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને પણ એક-બે મહિનામાં 30 હજાર વેંટિલેટર ખરીદવા અનુરોધ કરાયો છે.