વોશિંગ્ટનઃ કોરોનાવાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ અપાઈ રહી છે. કોઈ પણ વ્યક્તિથી ત્રણ ફૂટ દૂર રહેવા લોકોને સલાહ અપાઈ રહી છે ત્યારે અમેરિકાના સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલે ચોંકાવનારો દાવો કર્યો છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંન્ટ્રોલ અનુસાર, કોરોના વાયરસથી બચવા માટે ઓછામાં ઓછું ચાર મીટરનું અંતર જરૂરી છે.


આ દાવા પ્રમાણે કોઈ વ્યક્તિથી ત્રણ ફૂટ નહીં પણ ચાર મીટર એટલે કે તેર ફૂટ અંતર રાખવું જરૂરી છે. તેનું કારણ એ છે કે, કોઈ વ્યક્તિ છીંક ખાય તો ચાર મીટર અંતર સુધી તેની અસર થઈ શકે છે. કોરોનાવાયરસનો ચેપ છીંકના કારણે ફેલાય છે તેથી ડોક્ટરોએ આ સલાહ આપી છે.

આ પહેલાં અમેરિકાના સંશોધકોએ લોકોન બે મીટર અંતર રાખવા કહ્યું હતું પણ હવે નવા સંશોધનમાં નવો ધડાકો થતાં ચાર મીટર અંતર રાખવાની સલાહ અપાઈ છે. આ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મેડિકલ સ્ટાફના જૂતાંથી પણ કોરોનાવાયરસ ફેલાઈ શકે છે. સંશોધકોએ મેડિકલ સ્ટાફનાં જૂતાંના સોલનું પરીક્ષણ કરતાં કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું જણાયું હતું.