ભારતમાં કોરોના વાયરસ(Coronavirus) સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ફેબ્રુઆરી મહીના બાદ કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 10 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ તેમાં ત્રણ એવા રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આ ત્રણ રાજ્યોમાં કુલ એક્ટિવ કેસના 73.64 ટકા કેસ છે. મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ(Panjab) અને કેરલ(Kerala)નો આ ત્રણ રાજ્યોમાં સમાવેશ થાય છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારત(India)માં કુલ એક્ટિવ કેસ 4,21,066ના 73.64 ટકા માત્ર ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 62.71 ટકા, કેરલમાં 5.86 ટકા અને પંજાબમાં 5.08 ટકા એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ સૌથી વધારે છે.
કોરોનાની દેશની વર્તમાન સ્થિતિ
- કુલ કેસ –એક કરોડ, 18 લાખ, 46 હજાર, 652 કેસ
- કુલ ડિસ્ચાર્જ – એક કરોડ 12 લાખ, 64 હજાર, 637
- કુલ એક્ટિવ કેસ 4 લાખ 21 હજાર, 66 કેસ
- કુલ મૃત્યુ –એક લાખ 60 હજાર, 949
- કુલ વેક્સિનેશન – 5 કરોડ 55 લાખ, 4 હજાર 440
મહારાષ્ટ્ર(Maharashtra)ના પાંચ જિલ્લાઓમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે અને સતત નવા કેસ સામે આવી રહ્યા છે. આ જિલ્લાઓમાં પૂના(Pune), નાગપુર(Nagpur),મુંબઈ(Mumbai), થાણે(Thane) અને નાશિક(nashik) છે. પૂનેમાં 50,240, નાગપુરમાં 35,795, મુંબઈમાં 32,529, થાણેમાં 25,130 અને નાશિકમાં 18,176 એક્ટિવ કેસ છે.
જ્યારે કેરલ(Kerala)ના અર્નાકુલમ, કન્નૂર, પથનામથિતતા, પલક્કડ, કાસરગોડમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અર્નાકુલમાં 2,825, કન્નૂરમાં 2,521, પથનામથિતતામાં 2,213, પલક્કડમાં 2.088 અને કાસરગોડમાં 2,064 એક્ટિવ કેસ છે.
પંજાબ(Punjab)માં એસએએસ નગર, જાલંધર, લુધિયાણા, પટિયાલા અને અમૃતસર(Amrutsar)માં સૌથી વધારે એક્ટિવ કેસ છે. એસએએસ નગરમાં 2,829, જાલંધરમાં 2,649, લુધિયાણામાં 2,452, પટિયાલામાં 2,282 અને અમૃતસરમાં 2,131 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 35,952 નવા કેસ સામે આવ્યાં છે. 20,444 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 111 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યામાં કુલ કેસની સંખ્યા 26 લાખ 833 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 22 લાખ 83 હજાર લોકો ડિસ્ચાર્જ થાય છે. જયારે અત્યારસુધીમાં કુલ 53 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત, કેરળમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે.