નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. આજે 68 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ અહેવાલ અનુસાર વિતેલા 24 કલાકમાં 68200 નવા કોરોના (Covid-19)ના કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી 291 લોકોના મોત થયા છે. જોકે 32231 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. આ પહેલા રવિવારે 62714 કોરોનાના નવા કેસ આવ્યા હતા.
આજે દેશમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસ – 1 કરોડ 20 લાખ 39 હજાર 644
કુલ ડિસ્ચાર્જ – 1 કરોડ 13 લાખ 55 હજાર 993
કુલ એક્ટવિ કેસ - પાંચ લાખ 21 હાજર 808
કુલ મોત – એક લાખ 61 હજાર 843
કુલ રસીકરણ (Corona Vaccination) – 6 કરોડ 05 લાખ 30 હજાર 435 ડોઝ આપવામાં આવ્યા
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. 29 માર્ચ સુધીમાં દેશભરમાં 6 કરોડ 5 લાખ 30 હજાર 435 લોકોનો કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીનો બીજો ડોઝ આપવાનું અભિયાન 13 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું.
કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે.
ગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ 775 કેસ નોંધાયા
રાજ્યના આ શહેરમાં આજે ધૂળેટીના ઉજવણી કરી તો કપાઈ જશે પાણી-ગટરના કનેક્શન
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, જાણો ક્યા નવા વિસ્તાર ઉમેરાયા
અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ, જાણો કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રોફેસર કોરોનાની ઝપેટમાં આવ્યા