દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કલાકમાં 1513 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.
રાજધાનીમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 23645 થઈ ગઈ છે. જેમાંથી 13497 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 606 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. જ્યારે 9542 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 પર પહોંચી છે. 6705 લોકોના મોત થયા છે અને 1,04,107 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,06,737 એક્ટિવ કેસ છે.