સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 પર પહોંચી છે. 6705 લોકોના મોત થયા છે અને 1,04,107 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,06,737 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 2587, ગુજરાતમાં 1122, મધ્યપ્રદેશમાં 371, દિલ્હીમાં 606, આંધ્રપ્રદેશમાં 68, આસામમાં 4, બિહારમાં 25, ચંદીગઢમાં 5, છત્તીસગઢમાં 2, હરિયાણામાં 23, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 34, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 53, કેરળમાં 11, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 47, રાજસ્થાનમાં 209, તમિલનાડુમાં 208, તેલંગાણામાં 99, ઉત્તરાખંડમાં 8, ઉત્તરપ્રદેશમાં 229 અને પશ્ચિમ બંગાળમાં 345 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 74,860 પર પહોંચી છે. તમિલનાડુમાં 25,872, ગુજરાતમાં 18,100, દિલ્હીમાં 23,645, રાજસ્થાનમાં 9652, મધ્યપ્રદેશમાં 8588, ઉત્તરપ્રદેશમાં 8729, આંધ્રપ્રદેશમાં 4080, બિહાર 4390, પંજાબમાં 2376, તેલંગાણામાં 3020, પશ્ચિમ બંગાળમાં 6508 સંક્રમિતો નોંધાયા છે.
કોરોના વાયરસના કુલ કેસોના મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ગયું છે. અમેરિકા ટોચ પર છે. તે પછી બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટન, ઈટાલીનો ક્રમ છે.