નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો કોરોના વાયરસ હાલ સમગ્ર દુનિયામાં ફેલાઇ ગયો છે, ભારત સહિત દુનિયાભરના મોટા ભાગના દેશોની પ્રજા લૉકડાઉન છે. ભારતમાં પણ મોદી સરકારે આ મહામારીને ફેલાતી અટકાવવા માટે 14 એપ્રિલ સુધી 21 દિવસ માટે આખા દેશને લૉકડાઉન કરી દીધો છે.


ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઇને મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી અને મધ્યપ્રદેશના કેટલાક હૉટસ્પૉટ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. બહુ ઓછા લોકો જાણતા હશે લૉકડાઉન અને સિલીંગ વચ્ચેના અંતરને, કઇ રીતે જુદા પડે છે બન્નેના નિયમો. જાણો અહીં....

ઉત્તર પ્રદેશની દ્વારા સિલીંગને લઇને જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, સિલીંગ વાળા એરિયામાં માત્ર પોલીસ કર્મીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ અને સફાઇ કર્મીઓને જ જવાની પરમીશન હશે, મીડિયાને પણ નહીં જવા મળે. જોકે, કોઇ મીડિયાકર્મી સિલિંગ વાળા વિસ્તારમાં રહેતો હોય તો તેને પોતાની ઓફિસ જવાની પરવાનગી અપાશે. દર્દીઓને માત્ર એમ્બ્યૂલન્સમાં જ લઇ જવાશે. કોઇ ખાનગી વાહનને જવાની પરમીશન નથી.



એટલે કે સિલિંગની કાર્યવાહી લૉકડાઉનનુ આગળુ પગલુ છે. આનો અર્થ છે કે, આ માટે અવરજવર ટ્રેન, મેટ્રૉ, ફ્લાઇટ, બસ સહિતના વાહનો પર રોક લગાવવામાં આવે છે.



લૉકડાઉનમાં જરૂરી સામાન અને વસ્તુઓ માટે છુટછાટ આપવામાં આવે છે, જેવી કે બેન્ક, શાકભાજીની દુકાન, કરિયાણાની દુકાન, ડેરી, મેડિકલ સ્ટૉર સહિતના કેટલીક જરૂરિયાવાળી દુકાનો ખોલ્લુ રાખવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરીને કોઇપણ સામાન ખરીદી શકાય છે.

પણ જ્યારે સિલિંગ કરવામાં આવે ત્યારે, આવા એરિયામાં બધુ બંધ થઇ જાય છે. એટલે કે કોઇપણ ઘરમાંથી બહાર નથી નીકળી શકતુ, સિલિંગ એરિયામાં સેનેટાઇઝ કરવામાં આવે છે.