નવી દિલ્હી:  દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ ખૂબજ ભયાનક બની રહી છે. કોરોનાના ડબલ મ્યૂટેશન સ્ટ્રેને (Double Mutant Virus) ચિંતા વધારી છે. જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે દેશના 10 રાજ્ય એવા છે જ્યા વિદેશથી આવેલા કોરોનાના ડબલ સ્ટ્રેનની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 રાજ્યમાં કોરોના દર્દીઓમાં ડબલ મ્યૂટેશનની સાથે કોવિડના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. 


મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ એવા રાજ્ય છે જ્યાં ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન જોવા મળ્યા છે.  રિપોર્ટ્સ અનુસાર મ્યૂટન્ટથી કોરોના વાયરસ લોકોમાં ઝડપથી ફેલાઈ છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી એ સંપૂર્ણ રીતે પૂરવાર નથી થયું કે, ડબલ સ્ટ્રેન જ કોરોના વાયરસને ઝડપથી ફેલાવવા માટે જવાબદાર છે. 


આશરે 14000 જીનોમ સીક્વેન્સિંગના આધારે ડબલ મ્યૂટેન્ટ ((Double Mutant)ની જાણકારી સામે આવી છે. મૃતકોને વધુ ગંભીરતાથી લઈ મ્યૂટેન્ટની ભૂમિકાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. 


 
દિલ્હીમાં બ્રિટનનું પણ વેરિએન્ટ 


દિલ્હીમાં કોરોના વાયરસમાં બ્રિટનનું વેરિએન્ટ અને ડબલ મ્યૂટન્ટ પણ જોવા મળ્યું છે. દિલ્હી જેવી સ્થિતિ પંજાબમાં પણ છે. રાજ્યમાં 80 ટકા કોરોનાનું યૂકે વેરિએન્ટ જોવા મળ્યું છે. મુંબઈમાં ડબલ મ્યૂટન્ટ નથી. મહારાષ્ટ્રમાં લગભગ 60 ટકા છે. 18-19 રાજ્ય એવા છે જ્યાં યૂકે વેરિએન્ટ મળી આવ્યો છે. ત્યારે તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે, પ્રીલિમિનીર ઈન્ફેક્શન, રી- ઈન્ફેક્શનમાં તેની ભૂમિકા છે કે નહીં. સિવેરિટીમાં ભૂમિકા છે કે નહીં, વેક્સીન પર શું અસર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર યૂકેના કોરોના વેરિએન્ટ દેશના 70-80 જિલ્લામાં ઓળખ થઈ છે. 



શું છે ડબલ મ્યૂટેશન


કોઈ પણ જીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે તેના જીનમાં જે પરિવર્તન થયા છે તેને મ્યૂટેશન કહેવાય છે. ભારતમાં વૈજ્ઞાનિકોએ SARS-CoV-2માં ડબલ મ્યૂટેશનની ઓળખ કરી છે. આ બન્ને મ્યૂટેશનને E484Q અને L452R mutations નામ આપ્યું છે.  આ વાયરસનું એ સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂક્યો છે. આ વાયરસ એક સમયે બે વખત પોતાને મ્યૂટન્ટ કરે છે. વાયરસ પોતાને લાંબા સમય સુધી પ્રભાવી રાખવા માટે સતત પોતાની જીનેટિક સંરચનામાં ફેરફાર લાવતા રહે છે. જેથી કરીને તેમને ખતમ ન કરી શકાય. બે પ્રકારના વાયરસ મ્યૂટેશનના કારણએ જ તે વધુ ખતરનાક માનવામાં આવે છે. આજ કારણ છે કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.