નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કહેર સતત વધી રહ્યો છે, COVID-19એ દેશના કેટલાક રાજ્યોમાં તબાહી મચાવી દીધી છે. ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુની હાલત ખરાબ થઇ ગઇ છે.

રિપોર્ટ પ્રમાણે, મંગળવારે મહારાષ્ટ્રમાં COVID-19ના 72 નવા કેસો સામે આવ્યા હતા, આ પછી અહીં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 302 પર પહોંચી ગઇ હતી. કેરાલામાં પણ કેરોનાને કહેર છે, અહીં હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 241 પર પહોંચી ગઇ છે.



આ લિસ્ટમાં તામિલનાડુમાં આજે 55 નવા કેસો સામે આવ્યા છે, આમાંથી 50 એવા છે, જેને દિલ્હીના નિઝામુદ્દીન મરકજ સંમેલનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 124 થઇ ગઇ છે.