Glenmark launches FabiSpray:  કોરોનાની

  સારવાર માટે નાકથી આપવામાં આવતાં સ્પ્રેના રૂપમાં બીજી દવા આવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે નાઈટ્રિક ઓક્સાઈડ આધારિત નાકથી આપવામાં આવતાં સ્પ્રે 'ફેબીસ્પ્રે'  ભારતમાં લોન્ચ કર્યો છે. ભારતના ડ્રગ રેગ્યુલેટરે તાજેતરમાં તેને મંજૂરી આપી હતી.


ગ્લેનમાર્કે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે ભારતમાં આ નાકથી આપવામાં આવતાં સ્પ્રેને 'ફેબીસ્પ્રે' બ્રાંડ નામથી લોન્ચ કરી છે. જે દર્દીમાં કોરોના ઝડપથી ફેલાવાની સંભાવના છે તેવા દર્દીઓની સારવાર કરવામાં આવશે. ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI) એ તાજેતરમાં જ ગ્લેનમાર્કને આ દવાના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપી હતી.


ગ્લેનમાર્ક ફાર્માના ચીફ કોમર્શિયલ ઓફિસર રોબર્ટ ક્રોકર્ટે એક નિવેદનમાં કહ્યું કે અમે કોરોના સામે ભારતના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભાગીદાર છીએ. અમે Sanotize સાથે ભાગીદારીમાં નાઈટ્રિક ઑક્સાઈડ આધારિત સ્પ્રેની મંજૂરી અને રિલીઝની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. કોવિડ-19ની સારવાર માટે આ બીજી સલામત અને અસરકારક એન્ટિ-વાયરલ દવા છે. આનાથી દર્દીને સમયસર અને જરૂરી સારવાર મળી શકશે.


આ રીતે Fabispray કામ કરશે


નાઈટ્રિક ઓક્સાઈડ આધારિત નાકનો સ્પ્રે નાકના ઉપરના ભાગમાં કોવિડ-19 વાયરસને અસરકારક રીતે દૂર કરવા માટે કામ કરશે. પરીક્ષણ દરમિયાન તે કોરોના વાયરસને નાબૂદ કરવા અને દવાના એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મોને સાબિત કરે છે. જ્યારે આ સ્પ્રે લાળ પર છાંટવામાં આવે છે ત્યારે તે શરીરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે ભૌતિક અને રાસાયણિક અવરોધ બનાવે છે. આ રીતે તે વાયરસને ફેફસામાં ફેલાતા અટકાવે છે.







ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી થયા હોય તેમ ચાલુ મહિનાની શરૂઆતથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71365 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 171211 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 74.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,71,726 ટેસ્ટ કરાયા હતા.



  • કુલ એક્ટિવ કેસઃ8,92,828

  • કુલ ડિસ્ચાર્જઃ 4,10,12,869

  • કુલ મોતઃ5,05,279

  • કુલ રસીકરણઃ 170,87,06,705