લખનઉઃ મેરઠની એક હોસ્પિટલે કોરોના દર્દીની સારવાર માટે નવી રીત અપનાવી છે. અહીંયા કોવિડ વોર્ડમાં હવન કરવામાં આવ્યો હતો. શાંતિકુંજની ટીમ હોસ્પિટલમાં પીપીઈ કિટ પહેરીને આવી હતી અને હવન કર્યો. કોરોનાના નાશ માટે મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો.

હવનમાં અનેક પ્રકારની આયુર્વેદિંક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવનમાં હોસ્પિટલ સ્ટાફ પણ સામેલ થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે, હવનમાં ઉપયોગમાં લેવાયેલી જડી બુટ્ટીમાંથી નીકળતા ધૂમાડાથી વાયરસ નાશ પામે છે. દર્દી પર હવનની અસરને લઈ રિસર્ચ પણ કરવામાં આવશે. ડોક્ટર્સના કહેવા મુજબ, હવન ઔષધીય પ્રક્રિયા છે. જેની દર્દીના મન પર સકારાત્મક અસર થાય છે.



આ માટે કોવિડ વોર્ડમાં હવન કુંડ પણ બનાવાયો હતો. અગ્નિ પ્રગટાવીને સ્વાહા-સ્વાહાની સાથે મંત્રોચ્ચારનો જાપ પણ કરવામાં આવ્યો હતો. કોવિડ વોર્ડમાં પૂજા કરાવનારી ટીમે પીપીઈ કિટ પહેરી હતી. જોકે કોવિડ વોર્ડમાં હવન પૂજા કરવાની યુપીમાં આ પહેલી ઘટના છે.