Coronavirus: ચીનમાં કોરોના ઝડપથી પ્રસારી રહ્યો છે, દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાએ ખતરાની ઘંટડી વગાડી દીધી છે, ત્યારે ભારત પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. ભારત સરકારે કોરોનાને લઇને ચિંતા દર્શાવી છે, ચીનની સ્થિતિ જોતા ભારત સરકારના (Indian Government) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) આજે કોરોના પર હાઇ લેવલ મીટિંગ (High Level Meeting) કરશે. 


મનસુખ માંડવિયા આજે સવારે સાડા 11 વાગ્યે 'આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય'ને ધ્યાનમાં રાખતા કોરોના મહામારી પર બેઠક કરશે, જેમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા કેટલાય મોટા અધિકારીઓ સામેલ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઠકમાં આયુષ વિભાગ, સ્વાસ્થ વિભાગ, ફાર્માસ્ટ્યૂટિકલ્સ, બાયૉ ટેકનિક, ICMR ના મહાનિદેશક રાજીવ બહર, નીતિ આયોગના સભ્ય સહિત અન્ય અધિકારીઓ સામેલ થઇ શકે છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું.....
મંગળવારે (20 ડિસેમ્બર) સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, કોરોનાના નોંધાઇ રહેલા કેસોના સેમ્પલ INSACOG (Indian SARS-CoV-2 Genomics Consortium) પ્રયોગશાળામાં મોકલાવવામાં આવે, જેનાથી જાણી શકાય કે કોરોનાનો નવો વેરિએન્ટ તો નથી, વળી, જો નવો વેરિએ્ટ સામે આવે છે તો તેને ટ્રેક કરી શકાય.


કોરોનાના વધતા કેસો બાદ ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ચીન અને યુ.એસ.માં કોવિડ-19ના કેસોમાં તાજેતરના વધારો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા બુધવારે (21 ડિસેમ્બર) કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.


આરોગ્ય મંત્રાલયે નવી એડવાઈઝરી જાહેર કરી - 
તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રીઓ બુધવારે સવારે 11 વાગ્યે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક કરશે. અગાઉ મંગળવારે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે વાયરસના નવા વેરિઅન્ટ પર દેખરેખ રાખવા માટે જીનોમ સિક્વન્સિંગ વધારવા આગ્રહ કર્યો હતો.


રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે દેશમાં વાયરસના નવા વેરિઅન્ટોને  સમયસર શોધવામાં સક્ષમ બનાવશે અને જરૂરી જાહેર આરોગ્ય પગલાં સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે દેશમાં સાપ્તાહિક ધોરણે લગભગ 1,200 કેસ નોંધાઈ રહ્યા છે. ચીન, જાપાન, અમેરિકામાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં મંગળવારે લગભગ 3 હજાર નવા કેસ નોંધાયા છે.