નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન આજે  દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1.50ને પાર કરી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,088 નવા કેસ નોંધાયા છે અને 264 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,74,932 પર પહોંચી છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,27,546 છે. દેશમાં 99,97,272 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,50,114 પર પહોંચ્યો છે.



દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા કેસ છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાં 40 ટકા મામલા કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કુલ રિકવરીના 52 ટકા મામલા આ પાંચ રાજ્યોમાં છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 90 ટકાથી વધારે છે.

INDvAUS: આવતીકાલથી ત્રીજી ટેસ્ટ, જાણો કેટલા વાગે થશે શરૂ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાનો દાવો, મને ઝેર આપવામાં આવ્યું હતું

Coronavirus: બ્રિટન બાદ હવે આ દેશે 31 જાન્યુઆરી સુધી લગાવ્યું લોકડાઉન, લાગુ કર્યા કડક નિયમ, સ્કૂલો રહેશે બંધ