ચેન્નઈઃ તમિલનાડુમાં કોરોના વાયરસ સંક્રમણના 106 નવા મામલા સામે આવવાની સાથે જ સંખ્યા વધીને 1075 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ બીલા રાજેશે જણાવ્યું કે, 106 લોકોમાં રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર કરી રહેલા આઠ ડોક્ટર્સ પણ સામેલ છે.


આ 106માંથી 16 બીજા રાજ્યોની યાત્રા કરીને આવ્યા હતા અને બાકીના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. જે ડોક્ટર્સ સંક્રમિત થયા છે તેમાંથી બે રેલવે હોસ્પિટવ, બે રાજ્ય સરકારની હોસ્પિટલ અને બાકીના ચાર ખાનગી હોસ્પિટલમાં કાર્યરત છે. સરકાર રાજ્ય સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ ક્ષમતા વધારી રહી છે.

ભારત સરકારે 14 સરકારી અને ખાનગી લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી છે. પુડ્ડુચેરીમાં જેઆઈપીએમઈઆરમાં મુખ્ય લેબોરેટરી હશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 11 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો સાજા થઈ ગયા છે.

તમિલનાડુ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધારે હોય તેવું દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. 1985 કેસ સાથે મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ નંબરે છે. જે બાદ 1154 કેસ સાથે દિલ્હી બીજા નંબર પર છે.