મુંબઈઃ દેશમાં કોરોનાનો ફફડાટ વધી રહ્યો છે. રસી આવી ગઈ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી કોરનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.  થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને માસ્ક પહેરો નહીંતર લોકડાઉન માટે તૈયાર રહો તેવી ચીમકી ઉચ્ચારી હતી. કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી, અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ આગામી એક માર્ચ સુધી અમલી રહેશે.

આ દરમિયાન મહારાષ્ટ્રના જાલના જિલ્લા કલેકટરે 31 માર્ચ સુધી સ્કૂલ કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, જાલના જિલ્લા કલેકટરે સ્કૂલ, કોલેજો અને કોચિંગ ક્લાસ તથા વિકલી માર્કેટ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જાલના એસપી વી.દેશમુખના કહેવા મુજબ, શાકભાજી, ન્યૂઝ પેપર વિક્રેતાના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.



આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,604 છે અને છેલ્લા 24 કલાકમાં 298નો વધારો થયો હતો. રાજ્યમાં કોરોનાને 20,05,851 લોકો મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 51 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 51,857 થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે,  દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,742 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 104 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,10,30,176 પર પહોંચી છે. જ્યારે 1,07,26,702 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી મૃત્યુઆંક 1,56,567 પર પહોંચ્ય છે. એક્ટિવ કેસની સંખ્યા 1,46,907 છે. દેશમાં અત્યાર સુધીમાં 1,21,65,598 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.

Motera Cricket Stadium: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની આવી છે વિશેષતા, જાણો વિગત

અમદાવાદમાં કોંગ્રેસને ક્યા વોર્ડમાં મળી કેટલી બેઠકો ? ભાજપે ક્યા વોર્ડમાં રોલર ફેરવીને જીતી ચારેય બેઠકો ? 

Coronavirus: આ 5 રાજયથી આવતાં લોકોએ દિલ્હીમાં પ્રવેશતાં પહેલા ક્યો રિપોર્ટ બતાવવો પડશે? જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય