કોલકાતાઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે પરંતુ જે રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યાં પરિસ્થિતિ ખરાબ છે. કોરોનાના કેસ વધતાં અનેક રાજ્યોએ લોકડાઉન લગાવી દીધું છે. પશ્ચિમ બંગાળે પણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાનપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના માથે મોટી આફત આવી પડી છે. મમતાના નાના ભાઈનું કોરોનાના કારણે નિધન થયું છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમનું ગઈકાલે કોરોનાના કારણે નિધન થયુ છે. અસીમ બંદોપાધ્યાય છેલ્લા એક મહિનાથી કોરોના સામે લડી રહ્યા હતા. ગઈકાલે સવારે તેમનું નિધન થયુ હતું. મમતાના ભાઈની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. છેલ્લા એક મહિનાથી તેઓ કોરોનાથી સંક્રમિત હતા. શનિવારે તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી.
તેના ભાઈ બહેનોમાં બાબુન બેનર્જી, અસીમ બેનર્જી, કલી બેનર્જી, અજીત બેનર્જી, ગણેશ બેનર્જી, સમીર બેનર્જીનો સમાવેશ થાય છે. તેના ભત્રીજાનું નામ અભિષેક બેનર્જી છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,31,948 છે. જ્યારે 9,69,228 લોકો કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે 13,137 લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 46 લાખ 84 હજાર 077
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458
કુલ મોત - 2 લાખ 70 હજાર 284
Coronavirus Cases LIVE: ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો