Coronavirus In Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટતા-વધતા કેસોની વચ્ચે ચિંતા વધારનારી ખબર સામે આવી છે. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે કૉવિડ સંક્રમિત બાળકોનો હૉસ્પીટલમાં ભરતી થવાનો સિલસિલ શરૂ થઇ ગયો છે. જોકે આ સંખ્યા હાલ ઓછી છે, પરંતુ તે ધીમે ધીમે વધી રહી છે, ડૉક્ટરોનુ કહેવુ છે કે પરિવારજનો, બાળકોમાં લક્ષણો પર નજર રાખી રહ્યાં છે. 


લોક નાયક હૉસ્પીટલમાં મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે કહ્યું કે, ત્રણ અઠવાડિયામાં 27 બાળકો કૉવિડ સંક્રમિતની સારવાર થઇ, આમાંથી 13 કૉવિડ સંક્રમિત હજુ પણ હૉસ્પીટલમાં જ છે, જ્યારે બાકીનાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. કુમારે કહ્યું કે, 3 બાળકો ઓક્સિજન કે વેન્ટિલેટર સપોર્ટ પર છે. તે અન્ય બિમારીઓથી પણ પીડિત છે. 


31 બાળકોનો કરાવવામાં આવ્યો જન્મ, નવજાત પણ નીકળ્યો કોરોનાથી સંક્રમિત
લોક નાયક હૉસ્પીટલમાં ડિસેમ્બરમાં અત્યાર સુધી 31 બાળકોનો જન્મ પણ કરાવવામાં આવ્યો છે, જેમાં કેટલીક માતાઓ કોરોનાથી સંક્રમિત પણ હતી. પહેલી અને બીજી લહેર દરમિયાન, હૉસ્પીટલમાં ક્રમશઃ 306 અને 78 બાળકોનો જન્મ કરાવવામાં આવ્યો. ડૉક્ટરોએ કહ્યું કે નવજાત શિશુઓ કૉવિડ સંક્રમિત નીકળ્યા પરંતુ તેમનામાં ગંભીર લક્ષણો નથી દેખાયા. 


અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, રેનબો હૉસ્પીટલના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ વશિષ્ઠે પણ કહ્યું કે દિલ્હીમાં બાળકોની ભરતી થવાની સંખ્યા વધી રહી છે. તેમને બતાવ્યુ કે હાલ સાત બાળકોની સારવાર હૉસ્પીટલમાં કૉવિડ વૉર્ડમાં ચાલી રહી છે.


 


આ પણ વાંચો.......


COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન


રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ


જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ