હ્યુસ્ટનઃ અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. ગુજરાતના પટેલ પરિવારને અમેરિકામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને નડેલા અકસ્માતમાં માતા-પિતાની નજર સામે જ બે દિકરાઓએ દમ તોડ્યો હતો. આ દુ:ખદ ઘટનાને કારણે તાપીના વાલોડના બાજીપુરા ગામમાં શોક છવાયો છે. બાજીપુરાનો પટેલ પરિવાર અમેરિકામાં રહે છે.
વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ અને હિતેષભાઇ પટેલ ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયા છે. જ્યાં તેમણે મોટેલ લઈ બિઝનેસને વિકસાવ્યો છે. આ દરમિયાન ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલના પરિવારને અમેરિકાના હોસ્ટનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો.
રવિવારના રોજ તેઓ મોટલ પર કામ પતાવી સાંજે પત્નિ જાગૃતિબેન, પુત્રો નીલ પટેલ અને રવિ પટેલ સાથે તેમની ટોયોટા કેમરી કારમાં કિવિલેન્ડ ખાતે ઘરે જવા નીકળયા હતા. કારમાં ધર્મેશભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન આગળ બેઠા હતા, જયારે બન્ને દીકરાઓ કારમાં પાછળની સીટ પર બેઠા હતા. કાર સેનજેસીનટો નદી નજીકથી પસાર થતા હતા, ત્યારે એક વાહનને અકસ્માત થયું હોવાથી તેમની કાર થોભાવી હતી. આ સમયે પાછળથી આવતી એક મોબાઈલ પીકઅપ વાનના ચાલકે કારની પાછળના ભાગે અથડાવી દેતાં પાછળનો ભાગ ખુરદો થઈ ગયો હતો.
જેમાં પાછળની સીટમાં બેસેલ બન્ને દીકરાઓ નીલ અને રવિને ગંભીર ઇજાઓ થવાથી એકનું સ્થળ પર જ મોત થયું હતું. અમેરિકાથી કેવિનભાઈએ અકસ્માત અંગે રવિવારે મળસ્કે ફોન કરી જાણ કરતા બાજીપુરામાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો.
ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2020 09:56 AM (IST)
અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને નડેલા અકસ્માતમાં માતા-પિતાની નજર સામે જ બે દિકરાઓએ દમ તોડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -